Ghoghamba Bazaar closed on 24-10-2026 By Vishva Hindu Parishad Bajrang Dal Ghoghamba
Ghoghamba Bazaar closed on 24-10-2026 :- તારીખ 24-10-2026 ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઘોઘંબા દ્વારા ઘોઘંબા બજાર બંધ રાખવાનું એલાન કરેલ છે.
ઘોઘંબા તાલુકામાં હિન્દુ દીકરીને વિધર્મી યુવક દ્વારા ભગાડી જવામાં આવી હોવાથી અને દીકરી હજુ સુધી પરત મળી નથી.
આ સમગ્ર મામલે દીકરીની વહેલી તકે શોધી સુરક્ષિત રીતે પરત લાવવા તથા જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ સાથે ઘોઘંબા બંધનું એલાન કરવામાં આવેલ છે.
તમામ વેપારીઓ, સામાજિક, આગેવાનો તથા નાગરિકોને શાંતિપૂર્ણ રીતે બંધમાં સહયોગ આપવા અપીલ કરેલ છે.
જીંજરી ગામની હિન્દુ દીકરીને ઘોઘંબા ના મુસલમાન યુવક દ્વારા લઈ જઈને લગ્ન કરેલ છે તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સખત વિરોધ નોંધવામાં આવેલ છે
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઘોઘંબા દ્વારા કરવામાં આવેલ માંગ
- દીકરીને તાત્કાલિક શોધી સુરક્ષિત લાવવામાં આવે.
- સમગ્ર ઘટનાની નિરપેક્ષ તપાસ કરવામાં આવે
- જવાબદાર વ્યક્તિ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે.
- કોઈપણ પ્રકારની અફવા, હિંસા કે કાયદો હાથમાં લેવાની ઘટના ન બને.