Harsh sanghvi Ghoghamba News

Harsh sanghvi Ghoghamba News :- નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આજરોજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઘોઘંબા પહોંચ્યા હતા. તેમની સાથે માનનીય ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર તથા ફતેસિંહ ચૌહાણ તેમજ ઘણા બધા આગેવાનો સેવા સંકલ્પ અભિયાનમાં જોડાયા હતા.

ઘોઘંબામાં પ્રવેશ કરતા બિરસા મુંડા સર્કલ પર, આદિવાસીઓના ભગવાન સમાન, શ્રી બિરસા મુંડા પ્રતિમા પર હાર પહેરાવી તેમનું સન્માન, કરી બાઈક રેલી દ્વારા ઘોઘંબામાં પ્રવેશ કર્યો હતો

Harsh sanghvi Ghoghamba News

ઘોઘંબા બસ સ્ટેન્ડ માં શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સફાઈ કાર્ય કરવામાં આવ્યું હતું, જેથી કરી સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતતા આવે. શ્રી હર્ષભાઈ સંઘવીએ સફાઈ કામદારો નો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

Harsh sanghvi Ghoghamba News

ઘોઘંબામાં આવેલ ભાથીજી મહારાજ ના મંદિરે શ્રી હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા અને ત્યાં પહોંચી રોલર અને પીછી દ્વારા મંદિરનું કલરકામ કર્યું હતું અને ધાર્મિક સ્થળની જાળવણીનો ઉપદેશ આપ્યો હતો.

Harsh sanghvi Ghoghamba News
Harsh sanghvi Ghoghamba News

Best Mobile Shop In Ghoghamba

Leave a Comment