After a leopard entered the village of Mula ni Kapadi in Ghoghamba Taluka:- ઘોઘંબા તાલુકાના મૂળા ની કાપડી ગામે દિપડો ભરાઈ જતા ચાર બકરા ને મારી નાખેલ છે.
A leopard entered the village of Mula ni Kapadi in Ghoghamba Taluka
તપાસ કરતા, ઘોઘંબા તાલુકાના મૂળાની કાપડી ગામે બારીયા બાબુભાઈ સોમાભાઈ ના ઘરે રાત્રે 3:00 વાગે ઓટલો કૂદીને દીપડો ઘરમાં ભરાઈ ગયો હતો. અહીં ઘરમાં માલિકના બકરા બાંધવામાં આવતા હતા. બકરાને ભોજન બનાવવા હેતુથી દીપડો ઘરમાં ઘૂસ્યો હતો. આ દરમિયાન ચાર બકરાને મારી નાખવામાં આવ્યા હતા.
ઘર ખેતરમાં એકલું હોવાથી બૂમાબૂમ કરવા છતાં દીપડો ત્યાંથી ગયો ન હતો ત્યારબાદ આજુબાજુના લોકોને ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા. જમકુબેન બારીયા તથા અન્ય ગ્રામજનો દ્વારા દીપડાને ભગાવવામાં આવ્યો હતો.
ઘર એકલો હોવાથી ઘરે એકલા રહેવાનું જોખમ જેવું છે તેથી ઘર માલીક અને ગ્રામજનોએ દીપડાને તાત્કાલિક પાંજરામાં પૂરવાની માગણી કરી હતી.
આવી જ ઘટના એક મહિના પહેલા ગજાપુરા ગામમાં પણ સર્જાઈ હતી.
સરકાર દ્વારા દીપડાને તાત્કાલિક પાંજરામાં પૂરવામાં આવે જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ દૂર થાય.
Read More:- Harsh sanghvi Ghoghamba News
Read More :- આધારકાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ ઘોઘંબામાં તાત્કાલિક